22 Apr 2021

Std 1 to 8 Mas Pramoshan Ane Parinam Patrako Banavava babat

ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવા બાબત.


શ્રીમાન , આપ સુવિદિત છો એ મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોવીડ -19 ને લીધે, પ્રત્યક્ષ શિક્ષણકાર્ય અને પદ્ધતિસરનું ઔપચારિક મૂલ્યાંકન બહુ અલ્પ પ્રમાણમાં થયું છે.


આ બાબતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા સંદર્ભ -1 મુજબ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ ઘરે રહીને શીખી શકે એ માટે Home Learning અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા અને શિક્ષકો દ્વારા પણ શિક્ષણ કાર્ય તેમજ અનૌપચારિક મૂલ્યાંકન કાર્ય થયું છે. આ બાબતોને ધ્યાનમાં લઈને, સંદર્ભ -1 અન્વયે વિદ્યાર્થીઓના પરિણામપત્રક અંગે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.


1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક ( D2 અને D4 ) માં વિદ્યાર્થીના નામ સામે “ વર્ગ બઢતી- એમ દર્શાવવું, અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.


2. ધોરણ ૩ થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે . આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે. ધોરણ ૩ થી 8 માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40 + 40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home Learning અંતર્ગત વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને વર્ષાન્ત 20 ગુણ પૈકી ગુણાંકન કરવું. આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.


૩. ધોરણ ૩ થી 8 માં પત્રક B ભરવાની જરૂર નથી.


4. પત્રક C માં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.


5. ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.


ઓફિસિયલ પરિપત્ર જોવા માટે 👇




રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 3 to 8 સત્ર-1 અને સત્ર-2 Click Here


SCE પત્રક "A થી F" GCERT દ્વારા બનાવેલ પત્રકો Click Here


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open