Showing posts with label Chuntani. Show all posts
Showing posts with label Chuntani. Show all posts

18 Feb 2021

Chuntani Na Bija Divasne Chuntani Faraj parna Karmachariyo mate Onduty Ganva Babat

રાજય ચૂંટણી આયોગ , 

બ્લોક નં . ૯ , ૬ ઠ્ઠો માળ , 

સચિવાલય , 

ગાંધીનગર , 

તા . ૧૮-૨-૨૦૨૧  


અખબારી યાદી

       સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી -૨૦૨૧ મતદાન / પુનઃમતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણવા અંગે રાજયની ૬ મહાનગરપાલિકા , ૮૧ નગરપાલિકા , ૩૧ જિલ્લા પંચાયતો , ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની ૨ બેઠકોની પેટા ચૂંટણી તથા અન્ય સ્થાનિક સ્વરાજયના સંસ્થાઓની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા અંગે આયોગના તા . ૨૩-૧-૨૧ ના રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે.

      સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂર્ણ થયા બાદ રીસિવિંગ સેન્ટ૨ ઉપ૨ મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે . મતદાન સામગ્રી પ૨ત સોપવા માટે પહોચતા હોય છે . સાંપ્રત કોવિડ –૧૯ મહામારીની પરિસ્થિતિમાં કેટલાક કિસ્સામાં મતદાન ટુકડીઓને તબકકાવાર રીસિવિંગ સેન્ટર પર પહોંચતાં વિલંબ થવા પણ સંભવ છે . આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ ૫૨ના પ્રમાણમાં લાંબા સમયગાળાને અને તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવામાં મુશ્કેલી રહે તે બાબત ધ્યાને લઈ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેઓની મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફ૨જ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાનું રહેશે નહીં તે મુજબ રાજય ચૂંટણી આયોગે નિર્ણય લીધેલ છે . જયાં પુનઃ મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ ઉપર્યુકત સૂચનાઓ લાગુ પડશે . આ સમયગાળા માટે કોઈ વધારાનું ભથ્થુ આકારી શકાશે નહીં.

ચૂંટણી ના બીજા દિવસે રજા બાબતે રાજકોટ જિલ્લાનો પરિપત્ર 👇



GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open