1 Apr 2021

Covid- 19 Thi Sankramit Karmacharine Medical Raja manjur karva babat

covid-19 થી સંક્રમિત 

કર્મચારીઓને ખાસ કિસ્સામાં 

મેડીકલ રજાઓ 

મંજૂર કરવા બાબતે


 ગુજરાત સરકાર 

નાણા વિભાગ, 

ઠરાવ ક્રમાંક : રેજઅ/૧૦૨૦૨૦/ યુ.ઓ .૮૮૮ પી

 સચિવાલય, ગાંધીનગર.

તા. ૦૧/૦૪/૨૦૨૧ 


આમુખ

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતમાં કોરોનાથી સંક્રમિત થતાં સરકારી અધિકારી કર્મચારી, ફિક્સ પગારના કર્મચારીઓ તથા તમામ કરાર આધારિત અધિકારી કર્મચારીઓને ખાસ કિસ્સામાં મેડીકલ રજાઓ મંજુર કરવા અંગે ઘણી રજૂઆતો રાજ્ય સરકારને મળેલ હતી. પ્રસ્તુત બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. 


ઠરાવ

પુખ્ત વિચારણાને અંતે આથી ઠરાવવામાં આવે છે કે, સરકારી અધિકારી / કર્મચારી, ફિક્સ પગારના કર્મચારીઓ તથા તમામ કરાર આધારિત અધિકારી / કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવે અને તે અંગેનું અધિકૃત મેડિકલ સર્ટિફિકેટ રજુ કરે તો આવા કર્મચારીને ખાસ કિસ્સામાં ૧૦ દિવસની મેડીકલ રજા મંજુર કરવાની રહેશે. આ ૧૦ દિવસની રજા તેમના ખાતે જમા મેડીકલ રજાના હિસાબમાં ઉધારવાની રહેશે. પરંતુ, જો કોઈ કિસ્સામાં કર્મચારીના રજા હિસાબમાં આ હેતુ માટે ૧૦ દિવસની મેડીકલ રજાઓ જમા ન હોય તો તે કિસ્સામાં પણ તેઓને ૧૦ દિવસ સુધીની ખુટતી મેડીકલ રજા મળવાપાત્ર થશે આ જોગવાઈ કેલેન્ડર વર્ષ ૨૦૨૦ તેમજ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે લાગુ પડશે. 


ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open